ગર્ભપાત - ૨ સાવિત્રીએ ગતરાતની જે ઘટના બની હતી તેના વિશે મમતાબાને જણાવવાનું વિચાર્યું પરંતુ અત્યારે તે માહીબા સાથે મંદીરે ગયાં હતાં...માહિબાના પરિવારમાં કોઈ સ્ત્રી બીજી વખત ગર્ભવતી થાય ત્યારે માતાજીના મંદિરે સાત શ્રીફળ ધરાવવાનો રિવાજ હતો. સાવિત્રી બીજાં બધાં કામો પતાવીને મમતાબાના રૂમમાં સાફ સફાઈ કરવા માટે આવી. મોટા ભાગે સાફ સફાઈનું કામ બીજા નોકરો કરતાં હતાં પરંતુ મમતાબાના રૂમની સાર સંભાળ પોતે જ રાખતી હતી. સાફ સફાઈ દરમિયાન તેનું ધ્યાન અચાનક મમતાબાના મોટા કબાટ તરફ ગયું. તે કંઈક વિચારીને કબાટ તરફ ગઈ અને ધીમેથી કબાટ ખોલીને તે બધી વસ્તુઓ જોવા લાગી. અચાનક તેના શરીરમાં ધ્રુજારી