પ્રેમસંયોગ - 1

"આમને આમ દિવસો પૂરા થઈ જશે. મને નથી લાગતું કે હું ક્યારેય આ દલદલમાંથી છૂટી શકીશ. જો મે કાઈ ના કર્યું તો કદાચ મારે આ જ જિંદગી જીવવાની થશે. મારી જોબ, મારું સ્વપ્ન, મારી લાઇફ!! હવે તો કાંઈક નક્કી કર્યેજ છૂટકો." ધ્યાંશી પોતાના ડેસ્ક પર બેઠા બેઠા વિચારો કરી રહી હતી.ત્યાજ એની ફેસ સામે કોઈએ ચપટી વગાડી. એટલે એ વિચારમાંથી બહાર આવી. થોડા અચરજ સાથે એને ઉપર જોયું તો સીધી ચેરમાંથી ઊભી થઈ ગઈ. "કામ કરવા આવ્યા છો કે સપનાની દુનિયામાં રાચવા મિસ ધ્યાંશી?" રૂઆબદાર અવાજ, ભૂરી આંખો, ગોરો ચહેરો, જીમમાં જઇને બનેલું ઘાટીલું બોડી, જોઈનેજ કોઈ ઘાયલ થઈ જાય એવું