ઓફિસે થી થાકેલો પતિ પોતાના ઘરની બહાર ઉભો રહીને ડોરબેલ વગાડે છે તેની પત્ની દરવાજો ખોલીને તેને જોઈને..-આવી ગયા? ( પતિ..ગૌરવ અંદર પ્રવેશીને સોફા પર સાઈડ બેગ અને ટેબલ પર ચાવી હેલ્મેટને મુકતા બેસે છે , પોતાના શૂઝ ઉતારવા લાગે છે ત્યારે...-ચીઝ અને મેક્રોની લઈને આવ્યો? અને શૂઝ અહીં બેસીને કેમ ખોલે છે? કેટલીવાર કહ્યું કે દરવાજા પાસે ઉભો હોય ત્યારે ત્યાંજ ખોલી દેતો હોય તો? (પતિ તેને નકાર માં માથું હલાવીને જવાબ આપે છે ત્યારે પત્ની તેની પર વરસવા લાગે છે)-એક કામ કીધું એ પણ નથી થતું આ માણસથી ? ખબર નહિ કેમ મારા ભાગ્ય માં આવો પતિ હતો?