કેસરી- ચેપ્ટર 2- રાકેશ ઠક્કર અક્ષયકુમારની ફિલ્મ ‘કેસરી- ચેપ્ટર 2’ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નથી. હા, સમીક્ષકો અને દર્શકોની પ્રશંસા હંમેશની જેમ મેળવી ગઈ છે. અક્ષયકુમારની ફિલ્મો ભલે લગાતાર ફ્લોપ થતી રહેતી હોય પણ એના અભિનયમાં કોઈ ક્યારેય ખામી કાઢી શક્યું નથી. ફિલ્મ સારી કમાણી કરે કે ના કરે એ અક્ષયના હાથમાં હોતું નથી. એની ફિલ્મોની કમાણી જોવા માટે હજુ એક વર્ષ રાહ જોવી પડશે. જ્યારે ‘જોલી LLB 3’ અને ‘હેરાફેરી 3’ જેવી ફિલ્મો આવશે.ફિલ્મોના નિર્માતાઓ રમત રમે છે અને નુકસાન અક્ષયકુમાર ભોગવે છે. જેમાં તેનો શ્રેષ્ઠ અભિનય હતો એ આ વર્ષની ‘સ્કાય ફોર્સ’ ની કમાણીના આંકડા નિર્માતા દ્વારા વધારીને ખોટા રજૂ કરવામાં આવ્યા હતા. હવે ‘કેસરી- ચેપ્ટર 2’ ના