રાધા

  • 294
  • 102

ગામની ભાગોળે આવેલી નાની, પણ લીલીછમ વાડી રાધા માટે માત્ર જમીનનો ટુકડો નહોતી, એ તો તેનું હૃદય હતું. વાડીના એક ખૂણે નાનું કાચું પાકું ઘર હતું, જેની ભીંતો પર વર્ષો જૂના રંગોની છાપ હજીયે તાજી હતી. ઘરની પાછળ એક મોટો વડલો હતો, જેની ઘટામાં આખો દિવસ પંખીઓનો કલરવ ગુંજતો રહેતો.વાડીમાં બે ગાયો અને ત્રણ ભેંસો હતી, જે રાધા માટે પરિવારના સભ્ય જેવી હતી. સવારે વહેલા ઊઠીને તે પોતે જ તેમને નીરણ નાખતી અને તેમના આખા દિવસની કાળજી લેતી. ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો મધુર અવાજ વાતાવરણમાં મીઠાશ ભરતો હતો. વાડીના એક છેડે નાનો કુવો હતો, જેનું મીઠું પાણી ખેતરને લીલુંછમ રાખતું