છેલ્લો કૉલ

વાર્તા:- છેલ્લો કૉલવાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનોંધ:- સત્યઘટના હોવાથી ઈન્ટરનેટનાં કોઈ વેબપેજણી મદદ લેવામાં આવી નથી.તારીખ:- 22 નવેમ્બર 2012, કારતક સુદ નોમ.સાંજના સાડા પાંચ વાગ્યાનો સમય હતો. મારા મોબાઈલમાં રીંગ વાગે છે. હું પાઉંભાજી બનાવવાની તૈયારી કરતી હતી આથી મોબાઈલ ઉઠાવી ન શકી. હાથ ધોઈને મોબાઈલ સુધી પહોંચું ત્યાં સુધીમાં રીંગ પતી ગઈ અને મિસ્ડ કૉલ થઈ ગયો. તરત જ ફરીથી કૉલ આવ્યો. હું મોબાઈલ પાસે જ હતી. તરત જ ફોન ઉઠાવ્યો. કારણ કે એ ફોન મારા વ્હાલા પપ્પાનો હતો. એ દિવસે એમણે એમનાં હાર્ટ માટેનાં રૂટિન ચેક અપ માટે નવસારી જવાનું હતું. મને એની ખબર હતી. એટલે મેં પહેલેથી