ચંચો ચવાણું લેવા મીઠાલાલની દુકાને આવ્યો ત્યારે બાબો અને ટેમુ ત્યાં બેઠા હતા. ટેમુએ ભગાકાકાની ઓફર વિશે બાબાને જણાવ્યું હતું. કરોડપતિ ભગાલાલનો જમાઈ બનવામાં ટેમુને કંઈ વાંધો નહોતો પણ એને ઘરજમાઈ બનવું નહોતું.બાબાએ એની જ્યોતિષવિદ્યા વડે ટેમુના ભવિષ્યમાં મોટા શહેરનું સુખ ભાખ્યું હતું. વળી સ્ત્રીસુખની પણ ભવિષ્યવાણી કરી હતી. એ બેઉ આ અંગે વાતો કરતા હતા ત્યાં જ ચંચો ઉતરેલું મોં લઈને દુકાનનો ઓટલો ચડીને ઊભો રહ્યો."ટેમુભાય, કિલો તીખું ચવાણું મંગાયુ સ તમારા મેમાને. હાર્યે પાનસો ગરામ સીંગભજયાં પણ દેજે. હુકમસંદ તો ઠીક સે પણ માળા મેમાન શોતે સોખીન જીવડો લાગે સે." ચંચાએ કાઉન્ટરને ટેકો દેતા કહ્યું. પછી બાબાને જોઈ