️*લાઈફ ઇઝ અ ફેસ્ટીવલ*અમારો એક મિત્ર ભારે ઉત્સાહી. જીવનના પાંચ દાયકા વટાવ્યા પછી પણ એ વીસ વર્ષના જુવાનીયાની જેમ હંમેશા તરોતાજા અને થનગનતો જ જોવા મળે.દરેક ફેસ્ટીવલની ઉજવણી એ એટલી બધી શાનદાર અને જાનદાર રીતે કરે કે ધીરે ધીરે તો અમને એની હાજરી પણ ફેસ્ટીવલ જેવી લાગવા માંડી. નવરાત્રી આવે તો બે-ચાર ટ્રેડીશનલ ડ્રેસ ખરીદવાથી શરુ કરી ગરબાની નવી સ્ટાઈલ શીખવા માટે મહિનો પંદર દિવસ ગરબા કલાસીસમાં પણ જઈ આવે.દિવાળીના દિવસોમાં દરરોજ નવી રંગોળી કરવા એ રાત્રીના એક-દોઢ વાગ્યા સુધી જાગે.ગણપતિ ઉત્સવ વખતે તો એ ગણપતિ દાદાને ઘરે જ લઈ આવે. *એ હંમેશા અમને કહે ‘લાઈફ ઇઝ અ ફેસ્ટીવલ'* અને