થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1

(179)
  • 4.6k
  • 3
  • 1.9k

થપ્પો - ભાગ - 1 ગુજરાતના એક નાના શહેરથી નજીકનાં ગામમાં જવાનો ઉબડ-ખાબડ સિંગલ રસ્તો. તે રસ્તાની એકબાજુ નાની ઉદ્યોગિક વસાહત, અને બીજી બાજુ બે-પાંચ નાના નાના ઔધોગિક એકમો, અને રોડની બંને સાઈડે ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા.મજૂર વર્ગની વસાહતમાંથી ત્રણ છોકરાઓ, સાયકલ અને બાઈકના જુના ટાયરને પૈડું બનાવીને હાથથી કે લાકડાના ડંડાથી ધક્કા મારીને ફેરવતા ફેરવતા રોડ પર આવે છે. રોડ પર આવી, ત્રણે છોકરાઓ પૈડું ફેરવવાની હરીફાઈ લગાવવાનું નક્કી કરે છે. એટલે સૌ પ્રથમ તો, એ ત્રણે છોકરાઓ રોડ પર એકજ લાઈનમાં પોતપોતાનું પૈડું લઈને હરીફાઈની પૂર્વ તૈયારીનાા ભાગ રૂપે ઊભા રહે છે. આ ત્રણે છોકરાઓમા એકનું નામ છે સુરીયો, બીજાનું રમલો અને