હું, વૈદેહી ભટ્ટ - ભાગ 4

  • 792
  • 276

"વૈદેહી એક નામચીન સમાજસેવિકા હતી. તેને ઘણા લોકોના વિરુધ્ધ જઈને કામ કર્યું છે. જેના કારણે તેના ઘણા દુશ્મન હોય શકે છે." કમિશનરની ઓફિસ માં કપીશ અને મૈત્રી કમિશનર યશવંત સાવંતને કહી રહ્યા હતા. "હા સર, અને મોસ્ટલી કેસોમાં પારકા કરતા પોતાના જ ઘા આપે છે." આવું કહી મૈત્રીએ કપીશ સામે જોયું."સાચી વાત છે. પણ વૈદેહીનું કોઈ પોતાનું છે કે નહીં. મેં તને કયારે પરિવાર સાથે કે તેની વાતો કરતા જોઈ નથી. તે કોઈ પણ ઇવેન્ટમાં જાય અને ફેમિલી પર સવાલો આવે તો NO Comments કરીને ત્યાંથી નીકળી જાય. ઇન્ફેક્ટ ગયા મહિને કોઈ કામથી મિનિસ્ટરસની મિટિંગ હતી મને પણ બોલાવ્યો હતો. હું ગયો