તમે મને પૂછયું તારો પગાર આવી ગયો ? મેં ના પાડી કે એક બે દિવસમાં આવશે. એટલે તમે મને કહ્યું કે પગાર આવે એટલે સીધો મમ્મીના હાથમાં આપી દેજે. મને સમજાયું નહીં કે તમે કેમ આમ કહ્યું ? પછી તમે મને કહ્યું કે તને જ્યારે જોઈએ ત્યારે મમ્મી પાસે પૈસા માગી લેજે ના નહીં પાડે. હું તો મારા પિયર હતી ત્યારે પણ મારો પગાર પપ્પાને જ આપી દેતી. એટલે અહીં પણ હું એમને આપી જ દેતે પણ તમારે મને આ કહેવાની જરૂર કેમ પડી એ ન સમજાયું. બે ત્રણ દિવસમાં મારો પગાર આવ્યો અને મેં આવીને મમ્મીને આપી દીધો. મમ્મીએ