નેહલ આજે બહુ ખુશ હતી. કારણ કે આજનો દિવસ કંઈક અલગ હતો. શોપિંગ માટે તે અંશ સાથે જઈ રહી હતી. આટલા આનંદમાં હતી કે એલાર્મ વાગે તે પહેલાં જ જાગી ગઈ. દિલમાં એક જ વિચાર હતો. "આજનો દિવસ યાદગાર બનાવી દેવો છે."નેહલ આજે જરા જલ્દીજ તૈયાર થઈ જાય છે. સામાન્ય રીતે છોકરીઓને તૈયાર થવામાં ૨-૩ કલાક તો લાગી જ જાય, પણ આજે તો જાણે તેણે પણ છોકરાઓની જેમ ૧૫-૨૦ મિનિટમાં જ બધું મૅનેજ કરી લીધું. કારણ માત્ર એકજ હતું. અંશ સાથેનો દિવસ... નેહલના મમ્મી: "નેહલ, આજે ક્યાં જવા નીકળી છો?" નેહલ: બસ, શોપિંગ પર." એટલા માં નેહલનો ફોન વાગે છે.નેહલ : "હા, અંશ" અંશ