બધા ઘરે ગયા પછી આપણે ફરવા ગયેલા તે કપડા ધોઈને ઈસ્ત્રી કરીને કબાટમાં મૂકવા મેં કબાટ ખોલ્યો તો કબાટ હું જે રીતે ગોઠવીને ગયેલી એ રીતે ન હતો. છતાં હું કંઈ બોલી નહીં ને મેં આપણા કપડાં અંદર ગોઠવી દીધા. ને એટલામાં મમ્મી બોલ્યા કે આપણી બે ચાદર મળતી ન હતી તે મને એમ થયું કે કદાચ તમારા કબાટમાં મૂકાઇ ગઈ હશે એટલે મેં તમારો કબાટ ખોલ્યો હતો પણ મારાથી એ ન ખૂલેલો એટલે સામેવાળા બેનને બોલાવીને ખોલાવેલો. પણ પછી એ ચાદર તો મારા જ કબાટમાંથી મળી. તમે કહ્યું કંઈ વાંધો નહીં. પણ મને જરા ખટક્યું. કે કબાટમાં દરેક વસ્તુ