બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 3

  • 322
  • 116

આગળ આપણે જોયું પક્ષી રાજકુમારને મદદ કરવા તૈયાર થઈ જાય છે.તો રાજકુમાર તેને તેના લોકમાં ઉપર લઈ જવાનું કહે છે.પણ પક્ષી ના પાડતા કહે છે તે સંભવ નથી.રાજકુમાર પૂછે છે, "પક્ષી રાજ કેમ સંભવ નથી?" તો પક્ષી કહે છે, "મુસાફરી લાંબી છે અને હું થાકી જઈશ. મને એકધારું ઉપર ઉડવા માટે પાણી અને ખોરાકની જરૂર પડશે, નહીં તો મારી પાંખો મારો સાથ નહીં આપે અને મારી પાસે એટલો બધો ખોરાક પણ નથી."રાજકુમાર પક્ષી રાજને કહે છે, "તમને હું રસ્તા માટે ખોરાકની સગવડતા કરી આપીશ, તમે ઉપર સુધી જવા માટે તૈયાર રહેજો. હું અહીંના રાજાને મળીને આવું, તે મારી ચોક્કસ મદદ