"એક પળમાં બધું બદલાઈ જાય, જ્યારે દિર્ઘ શાંત જીવનમાં કોઈ જીવંત સાથી આવી જાય." ગઈકાલે બનેલી ઘટના પછી એક દિવસ માટે ક્રિષ્નવીએ આરામ કરવાનું વિચારેલું. એટલે તે ઘરે જ હતી.સુંદર મજાની સાંજ હતી, અને શાંત વાતાવરણમાં, ક્રિષ્નવી હાથમાં એક નવલકથા અને બીજા હાથમાં ગરમાંગરમ ચા નો કપ લઈને આરામખુરશી પર બેઠી હતી. પોતાના ફ્લેટનાં પહેલા માળની બારીમાંથી પાર્ક સાફ જોઈ શકાતું હતું. પાર્કમાં બાળકોનાં હસવાનાં અવાજ વચ્ચે એ ફરી એની ખાલીપાની અંદર ડૂબેલી હતી.એવામાં અચાનક એક ચીસ સંભળાઈ..."અરેએ... મમ્મી!!"ક્રિષ્નવી અચાનક ઊભી થઈ ગઈ. અવાજ નજીકથી આવ્યો હતો. એ દોડી ગઈ. પાર્કનાં હીંચકા પાસે અર્જુન પોતાના હાથની કોણી પકડીને રડી રહ્યો