પુરા બે મહિના થી વધુ સમય પછી ડી.એસ.ના ખાસ આગ્રહ થી બારોટ સાહેબ ગુપ્તવેશે, કલાવતી ને મળવા 'ખાસ ' માઉન્ટ આબુ આવ્યા હતા. તેમની આ મુલાકાત અતિ ગુપ્ત હતી. તેઓ અહીં પ્રથમ વખત આવ્યા હતા. બંગલાનું લોકેશન અને તેની ભવ્યતા જોઈ તેવો ખૂબ જ ખુશ થયા.ડી.એસ.અને કલાવતી એ છેક દરવાજે આવીને તેમને આવકાર આપ્યો .અને અંદર લઈ ગયાં . બેઠક ખંડ ભવ્ય સોફાઓ થી સજાવેલો હતો. તેમાં એક બે પારદર્શક કાચની ટીપોઈ પણ ગોઠવેલી હતી. અને બે ત્રણ આધુનિક ખુરશીઓ પણ હતી . પ્રથમ પાણી અને ત્યારબાદ ચા આપી ને બારોટ સાહેબની આગતા- સ્વાગતતા કરવામાં આવી. બારોટ સાહેબે જોયું તો