ઈડો સમયગાળાની વાત છે. એ સમયે જાપાનમાં, યોત્સુયાની ધુમ્મસ ભરી શેરીઓમાં, ઓઈવા નામની એક નમ્ર અને સુંદર સ્ત્રી રહેતી હતી. તેના લાંબા, રેશમી વાળ અને નરમ અવાજે ગામના લોકોનું દિલ જીતી લીધું હતું. યુવાનો અને પરણેલાઓ પણ, તેની એક ઝલક જોવા માટે પાગલ થતાં હતાં. ઓઈવાએ ઈયેમોન નામના એક ગરીબ સમુરાઈ સાથે લગ્ન કર્યા, શરૂઆતમાં તો બંને વચ્ચે સારો એવો પ્રેમ પાંગર્યો પણ એ પછી ઈયેમોનનું હૃદય સંપતિ તરફ આકર્ષિત થયું. એમને એવું લાગતું કે હું એક શૂરવીર સમુરાઇ થઈ ગરીબીમાં જીવી રહ્યો છું મારી શૂરવીરતા પર તો અનેક મોભાદાર ઘરની સ્ત્રીઓ ઓળઘોળ થાય છે. શા માટે હું કોઈક અમીર