૯ - મેઘાર દાદાનાઘેર પંથકના દરિયા કાંઠાના ગામ, વેલણની ઉગમણી દિશાની સીમમાં, એક ખેતરના શેઢે, એક નાનકડું દેરું આવેલું હતું. લોકો તેને મેઘાર દાદાના દેરા તરીકે ઓળખતા હતા. આ દેરા વાળા ખેતરથી થોડે દૂર આવેલાં એક ખેતરમાં, પોતાની સાતેક વરસની છોકરી રૂપાને લઈને ખેતરે આવેલી લીલી, બાજરો પારવવામાં અને નેદવામાં મશગુલ હતી. ત્રણ બેડીયા લઈને, નકામા ઉગેલા કૂચાને દાંતરડીની ધારે મૂળમાંથી ઉખેડતી અને એકસાથે ઉગેલા બાજરાના છોડવાઓને એકબીજાથી દૂર પારવતી, વર્તમાને વિલુપ્તતાને આરે ઊભેલી અને તત્કાલીને કામઢી કહેવાતી એ નારી, એકધારી કામમાં મથી હતી. શેઢા પાડોશીના બાળકો સાથે રમતી, પોતાની દીકરી રૂપાને, એ વચ્ચે વચ્ચે ટહુકા કરી ટપારતી હતી."રૂપા, મડી ક્યાંય સેટી નઈ જાતી,