ગણદેવી

  • 1k
  • 124

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- ગણદેવી.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.નમસ્તે વાચકો.મારી આ ધારાવાહિકમાં હું તમને ઘણી બધી જગ્યાએ ફરવા લઈ જઈ ચૂકી છું અને હજુ પણ લઈ જઈશ. પરંતુ આ પ્રકરણમાં હું તમને એક ખાસ જગ્યાએ લઈ જવાની છું. આ જગ્યા એટલે મારા બાળપણનો શ્વાસ. આ જગ્યા એટલે મારામાં આવેલી સમજણનું ઉદગમસ્થાન. આ જગ્યા એટલે મારા જીવનમાં પ્રવેશીને હજુ સુધી પણ મારી સાથે જ રહેનાર મારા મિત્રો અને સખીઓની ભેટ આપનાર સ્થાન. આ જગ્યા એટલે મારામાં ભણતરના બીજ રોપી મને આ કક્ષાએ પહોંચવા માટેનાં મૂળિયાં મારા મનમાં રોપનાર સ્થાન. આ જગ્યા એટલે મારું વહાલું ગણદેવી ગામ.અમે તો ત્યાં ભાડેનાં ઘરમાં રહેતાં