ધનજી-એક ચિત્ર નો છેલ્લો લીટો

  • 176

ધનજી – એક ચિત્રનો છેલ્લો લીટોજ્યાં કોઈ પાટિયું ન હોય ને, ત્યાંય જીવતર પોતાનું નામ લખી જાય હોં ભાઈ. એવી જ જિંદગી હતી આપડા ધનજીની.ગીર પંથકના એક નાનકડા ગામડાનો માણસ, સાદા સીધા ઘરમાં જન્મેલો – ધીમી ધીમી આંખો, શાંત સ્વભાવ અને અંદરખાને જાણે કલાનો દરિયો હિલોળા મારતો હોય એવો. નાનપણથી જ એને સર્જન કરવાની લાગણી હતી – જાણે કલ્પનાના પંખી જેવી ઊડી જતી.ગામલોકો એને પ્રેમથી “ધનલો” કહી બોલાવે. ને એની ભેર તો રવજી હારે એવી જાણે કોઈ જૂના લોકગીતની જુગલબંધી.રવજી એટલે ગામના પટેલનો દીકરો. પૈસે ટકામાં રમતો, હસતો માણસ – કોઈ પણ કામમાં તરત ઉપાય શોધી કાઢે એવો. ધનલો અને