એક રાજા હતો. એ ઘણો જ સારો રાજા હતો. એના રાજયમાં બધા બહુ જ સુખી હતા. એ રોજ રાતે નગરચર્યા કરવા નીકળતો. એક રાતે એ રસ્તો ભૂલી ગયો. એ એક ઘરડા માજીના ઘરે ગયો. રાજાએ વેશપલટો કર્યો હોવાથી માજી રાજાને ઓળખી ન શક્યાં. રાજાએ પાણી માગ્યું એટલે માજીએ એને પાણી આપ્યું. એ વખતે માજીની નજર રાજાના હાથ પર પડી. એમણે વીંટી જોઈ એટલે તરત રાજાને ઓળખી ગયાં.માજીએ રાજાને કટાઈ ગએલી, તૂટેલી બાલદી આપી. રાજાને થયું કે માજી મને ઓળખતાં નથી એટલે આવી તૂટેલી ચીજ આપે છે. રાજાએ બાલદીને એક કપડામાં વીંટાળી. બાલદીનો એક ટુકડો તૂટી ગયો. રાજાએ એને ઘસ્યો તો