સંવાદના સંબંધો

  • 340
  • 98

આપણે સંવાદના સંબંધો વિકસાવી શક્યા છે ખરાં!!        સંવાદના સંબંધો એટલે 'સ્વીકારના સંબંધો'. ગમતા લોકો વૈચારિક, ભાવાત્મક જોડાણ ધરાવતા લોકો સાથે સંવાદ સાંધવો ખૂબ સરળ અને સહજ બની રહે છે .સંવાદની પ્રક્રિયા ત્યાં થોડી મુશ્કેલ બને છે ,જ્યાં મતભેદને અવકાશ છે. જ્યાં વિખવાદના વાદળો હેઠળ બે વ્યક્તિ એકબીજા માટેની અકળ અકળામણ, અહમ અને નકારાત્મક વલણના ઓઠા હેઠળ જીવતી હોય અને ફરજિયાતપણે રોજે રોજ એકબીજાનો સામનો કરવાનો આવે. પ્રોફેશનલી, સામાજિક રીતે કે વ્યવહારિક રીતે. ત્યારે એકબીજા સાથે પારદર્શક સંવાદ સાધવો અઘરો બને છે જરૂર, પણ માનસિક શાંતિ સાથે જીવવા, બધી જ રીતે પ્રગતિ સાંધવા પણ હકારાત્મક રહીને આપણાથી વિરોધી