પ્રતીક્ષા કૉફી શોપમાં આકાશની રાહ જોઈ બેઠી હતી એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. કેટલી રાહ જોવાની શું એ માણસને એટલી પણ સેન્સ નથી કે કોઈ છોકરી ને આટલી રાહ ન જોવડાવાઈ. સાંજ ના સાત વાગ્યા ની અલગ અલગ આ ત્રીજી કોફી શોપ છે અત્યારે રાત ના સાડા નવ વાગ્યા છે. તેણે પોતાનો ફોન કાઢ્યો આકાશને મેસેજ કર્યો કે હવે હું જાવ છું. બસ 5 મીનીટ માં જ આવ્યો. ગુસ્સો ન કર કોફી પી. મેસેજ વાંચી ફરી પ્રતીક્ષા આકાશની પ્રતીક્ષામાં. 5 મીનીટ નું કહી આકાશ દશ વાગ્યે કોફી શોપ પર પહોંચ્યો. તેને જોઈ પ્રતીક્ષા નો બધો ગુસ્સો જાણે ઓગળી ગયો.