મેં રડવાનું બંધ કરી દીધું. થોડી વારમાં જાન પણ આવી ગઈ ને બધા જાન આવકારવા ચાલ્યા ગયા. મારી પાસે ફક્ત દાદી હતા. પણ વાડીમાં જાણે નીચેથી કોઈના લડવાનો અવાજ આવતો હતો પણ કંઈ ખબર પડતી ન હતી. થોડીવારમાં મારા કાકાની છોકરી આવી મારી પાસે મેં એને પૂછ્યું શું થયું કેમ નીચેથી ખૂબ અવાજ આવતો હતો તો એણે કહ્યું કે જાન તો આવી ગઈ પણ તમારા એક કાકા ને વ્યવસ્થા અધૂરી લાગી એટલે થોડી બોલાચાલી થઈ ગઈ. આ વાત જાણીને હું ફરી રડવા લાગી. મને મારા પપ્પાની ફિકર થતી હતી. આગલા દિવસે જ એમના ધબકારા અને પ્રેશર વધી ગયા હતા. લગ્ન