યુદ્ધ પછી તક્ષશિલાની શૃંખલાબદ્ધ પુનર્નિર્માણની પ્રક્રિયામાં, માત્ર સુરક્ષા જ નહીં પરંતુ ન્યાય, વહીવટ અને શાસન વ્યવસ્થાને પણ મજબૂત બનાવવું આવશ્યક હતું. મહારાજ આર્યન અને તેમના સલાહકારો એ રાષ્ટ્રની પ્રજાના હિત માટે એક સુવ્યવસ્થિત શાસન ગોઠવ્યું, જે મહાન ન્યાય અને વ્યૂહનીતિઓ પર આધારિત હતું.તક્ષશિલાની રાજસત્તાને એક મૂર્ત સ્વરૂપ આપવાં માટે, તે શાસનને પાંચ મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યું: રાજકીય સંચાલન, ન્યાયવ્યવસ્થા, વહીવટ, અર્થવ્યવસ્થા અને ગુપ્તચર તંત્ર.-----------------------------------૧. રાજકીય સંચાલન:તક્ષશિલામાં શાસનવ્યવસ્થાની રચના ચતુષ્પદ પદ્ધતિ મુજબ કરવામાં આવી હતી, જે નીચે મુજબ હતી:મહારાજ આર્યન: રાજ્યના સર્વોચ્ચ શાસક અને અંતિમ નિર્ણય લેવા માટે જવાબદાર.આચાર્ય મંડળ: રાજ્યના સર્વશ્રેષ્ઠ પંડિતો અને સલાહકારોનો જૂથ, જે રાજકીય અને ધાર્મિક નિર્ણયો