તાજી પરણીને આવેલી પ્રીતિ પોતાની નણંદ નિશા સાથે સોફા પર બેઠેલી અને ફંકશનને વધારે યાદગાર બનાવવા એની બહેનપણીએ એની પાસે આવી ધીમેથી કાનમાં વાત કરી. તે ઉભી થઈ અને પાર્ટીમાં સૌને પોતાની બહેનપણીઓ સાથે મળી મોહક ડાન્સ બતાવવા લાગી. તે દોડીને પ્રીતિ તરફ ગઈ અને એને પણ હાથ પકડી પોતાના નૃત્યમાં ખેંચી લીધી. તેઓના આ ઠુમકાને મહેમાનો મણિ રહ્યાં હતા, એવામાં એક શરબત પીતી સ્ત્રીએ રીતુ તરફ ડગલાં ભર્યા.રસ્તામાં મળેલા વેટરને શરબતનો ખાલી ગ્લાસ આપી એની પાસેથી નવો ગ્લાસ લીધો અને રીતુ પાસે પહોંચી. તે તેને કહેવા લાગી, "અરે વાહ રિતુજી, તમે વહુ તો ઘણી સરસ લાવ્યા છો. પોતાના લગન