નિતુ - પ્રકરણ 106

  • 716
  • 448

નિતુ : ૧૦૬ (પુનરાગમન)"વિદ્યા... " રમણનાં અવાજમાં એક અજાણ્યો ડર હતો અને તે બોલતા ખચકાતો હતો."શું થયું વિદ્યાને?" નિકુંજે ભયભીત થતા પૂછ્યું.ગળગળા અવાજે તે બોલ્યો, "વિદ્યા મુસીબતમાં છે. રોનીએ આ વખતે એના બાપની સત્તાનો ઉપયોગ કરી જબરો પ્રહાર કર્યો છે. તમે સૌથી પહેલા એને કોઈ સુરક્ષિત જગ્યા પર લઈ જાઓ.""હું ક્યારનો એને ફોન કરું છું પણ એનો ફોન બંધ આવે છે. એ જે.સી. બ્રાન્ડની મિટિંગ માટે ગઈ છે.""જે.સી?" રમણે આશ્વર્યમાં ઉદગાર્યું.નિકુંજે અસમંજસતાથી પૂછ્યું, "હા... કેમ? શું થયું?""જે.સી. ના માલિક હુડસન કેમ્પબેલ છેને?""હા. એ જ છે.""એની મિટિંગ તો રોની સાથે હતી!""રોની સાથે..!" તે હજુ વધારે કંઈ સમજે એ પહેલા રમણે આગળ