લવ યુ યાર - ભાગ 84

  • 1.5k
  • 1
  • 898

લવ હજી તો મંદિરમાં અંદર દાખલ થઈ રહ્યો હતો અને કોઈ એક નવયૌવના તેને ક્રોસ થઈ... તેને લાગ્યું કે, કાલે જે છોકરી રાત્રે મને મળી હતી તે જ છે આ...! જેની વોટર બોટલ મારી પાસે છે અને મારે તેને તે પાછી આપવાની છે..તે તુરંત જ પાછો વળ્યો અને તેની પાછળ પાછળ પગથિયાં ઉતરવા લાગ્યો. પેલી છોકરી ધડબડ ધડબડ પગથિયાં ઉતરી રહી હતી અને તેની પાછળ પાછળ લવ પણ ધડબડ ધડબડ, "ઓ મેડમ..ઓ મેડમ.." કરતો પગથિયાં ઉતરી રહ્યો હતો...લવ તેની બિલકુલ નજીક પહોંચી ગયો તેણે પેલી છોકરીના ખભા ઉપર હાથ મૂક્યો અને તેને જરા જોરથી આંચકા સાથે પોતાની તરફ ફેરવી દીધી