ગલગોટીના ઘરે દેશમાંથી તેની બે બહેનો અને તેની દાદીમા રોકાવા આવે છે. દાદીમાને સવારે દાતણ કરવાની આદત હોય છે. એટલે ગલગોટીની બા ફળીયામાં રહેતા હેમા માસીને દાતણ લાવવાનું કહે છે. હેમા માસી રોજ સવારે બધાના ઘરે દુધ દેવા જતા. પહેલા ના જમાના માં કોથરીમાં દુધ મળતું નહિ. કાચની બોટલમાં દુધ મળતું. હેમા માસી બજારે વહેલી સવારે જઈ દુધ લાવતા અને બધાના ઘરે દેવા જતા. અમારા ઘરે પણ દેવા આવતા.હેમા માસી સવારે દુધ અને દાતણ આપી જાય છે. દાદીમા વહેલી ઉઠીને ફળીયામાં ખાટલા પર જઈને બેસે છે. બા પાણીનો લોટો, દાતણ અને પાણો દાદીમાના ખટલા પાસે મુકીને આપે છે. દાદીમા સુરેખાને