મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 16

  • 430
  • 1
  • 146

જાદવાના ઘરમાં જડીએ બુમરાણ મચાવ્યું એ સાંભળીને ધૂળિયાએ તરત જ એની ડેલી ખોલી હતી. શું બન્યું છે એ સમજવાની કોશિશ કરતા ધૂળિયાએ ડેલી પાસે આવીને ઊભેલા ચંચાને જોયો. ધુળિયો કંઈ સમજે એ પહેલાં ચંચો જાદવાના ફળિયામાં દોડ્યો અને તરત જ પેલી થેલી લઈને પાછો વળ્યો. એ જ વખતે ત્યાં આવી પહોંચેલા પશવાએ ચંચાને પડકાર્યો. બંને વચ્ચે ગડદાપાટુ ચાલુ થયા એ ધુળિયો જોતો હતો. એ બેઉ પેલી થેલી માટે ઝગડતા હતા એટલે થેલીમાં કંઈક કામની વસ્તુ હોવી જોઈએ એમ સમજતા ધૂળિયાને વાર લાગી નહિ. પશવા અને ચંચા વચ્ચે જામેલું દંગલ ગામની બજારે ભેગા થયેલા લોકોએ શાંત પાડ્યું ત્યારે એ ટોળામાં ધુળિયો