ફરે તે ફરફરે - 106 ( છેલ્લો ભાગ )

  • 156

૧૦૬ ( છેલ્લો ભાગ ) આજે સવારના ગીત ગણગણતો હતો ..."હમતો જાતે અપને ગાવ ..અપની રામ રામ રામ..સબકો રામ રામ રામ..." ઇંડીયા જવાના દિવસો નજીક આવતા જાય છે...તેમ તેમ...અમારી તોફાની ઢીંગલી સવારના વહેલા ઉઠીને અમારા રુમમા આવી  ને અમારા બે વચ્ચે ગોઠવાય જાય છે..."દાદા અને દાદી ને એ છોડતી નથી ને અમે પણ તેને છોડી શકતા નથી...એક બાજુ આંખોમા લીલ્લો મોલ ઉગે છે  ને અમારા આથમતા સુરજને ઊંજે છે...એની અ શબ્દ આંખો અમારી આંખોના ભીના ખુણામા સમાય જાય છે અમારા બન્નેના હાથ તેના નાના હથેળીના પંજાને સ્પર્શે છે ને દિલ બાગ બાગ થઇ જાય છે...તેની નાજુક આંગળીઓમા વસંત ટહુકે છે