સગપણ સાંજ નો વખત હતો. માણસના જીવનની સંધ્યા નો પણ વખત હતો. આવા એક જીવનની સંધ્યા વાત લઇ આવ્યો છુ. એક બગીચામાં બે વૃદ્ધ વ્યક્તિઓ બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા... પહેલાની પૌત્રી ને ફૂલ પરીની જેમ પાળી હતી. ન ઘરનું કામ શીખવાડ્યું. ન ભોજન બનાવતા કે ન તો વ્યવહારમાં. આમ બસ તેનું સગપણ પણ એવામાં કરવા માંગતા હતા કે જે ઘર માં જાય તે ઘરમાં તેને કશું કરવું ન પડે. પહેલો વૃદ્ધ, ‘મારી એક દીકરીની દીકરી છે, લગ્નની ઉંમરની છે... BE કરેલું છે, નોકરી કરે છે, ઉંચાઈ 5 ફૂટ 2 ઇંચ છે... સુંદર છે. કોઈ યોગ્ય છોકરો નજરમાં હોય