હીરાનું મૂલ્ય ગામડા ગામમાં કુંભાર નું ઘર. વહેલી સવારે નાહી ધોઈ. સુરજદાદા ને પ્રણામ કરી માટી ખોદવા નીકળી પડ્યો. એક જગ્યાએ કુંભાર માટી ખોદતો હતો ત્યારે અચાનક તેને એક ચમકતો પથ્થર મળી આવ્યો. ચળકતા પત્થરનું મુલ્ય તેને શું ખબર? તેણે તેને પોતાના ગધેડાના ગળામાં બાંધી દીધો. એક દિવસ એક વાણીયાની નજર ગધેડાના ગળામાં બંધાયેલા તે ચળકતા પથ્થર પર પડી, તેણે કુંભારને તેની કિંમત પૂછી. કુંભારે કહ્યું, ‘સવા સેર ગોળ.’ વાણીયાએ કુંભારને સવા સેર ગોળ આપીને તે પત્થર ખરીદી લીધો. આ ચળકતો પથ્થર હીરો જ હતો પણ તેના પર ઘાટ અને પાલિશ ન આપવાને કારણે ઓળખાણ પડતી ન હતી. વાણીયાને પણ