બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-5

  • 922
  • 520

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-૫ “પરેઢ આગે બઢ...!” આર્મી કેન્ટોન્મેન્ટના વિશાળ મેદાનમાં પ્રજાસત્તાક દિનની પરેઢ ચાલી રહી હતી. સામાન્ય જનતાને પણ પ્રજાસત્તાક દિવસની પરેઢ અને ધ્વજ વંદન કાર્યક્રમમાં આમંત્રણ હોઈ પરેઢ ગ્રાઉન્ડની આજુબાજુ ઓડિયન્સમાં સારી એવી મેદની જમા થયેલી હતી. આર્મીમાં હોય તેવાં સૈનિકોના ફેમિલીને બેસવા માટે  મેદાનમાં એક જગ્યાએ પેવેલિયન જેવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. પેવેલિયનમાં આગળની સીટમાં કામ્યા વેદિકાની સાથે બેઠી હતી. પરેઢમાં પોતાની યુનિટનું આગળ રહીને સંચાલન કરી રહેલાં અથર્વને તે મલકાઈને જોઈ રહી. આર્મીના ઈસ્ત્રી ટાઈટ ડાર્ક ગ્રીન યુનિફોર્મ, માથે મરુન બેરેટ કહેવાતી કેપ, યુનિફોર્મમાં ચેસ્ટ ઉપરના ભાગે લાગેલાં ત્રણ-ચાર મેડલ, હાથમાં તલવાર લઈને શિસ્ત