અભિષેક - ભાગ 14

  • 666
  • 2
  • 386

અભિષેક પ્રકરણ 14અભિષેકનું મુંબઈનું બધું કામ લગભગ હવે પૂરું થઈ ગયું હતું. બંગલો વેચાઈ ગયો હતો અને હવે એ સો કરોડનો માલિક બની ગયો હતો.   એને સમીર દલાલનું સૌથી મોટું ટેન્શન હતું કારણ કે સમીર માથાભારે હતો અને એ પોતાનો હક્ક માગી રહ્યો હતો. પરંતુ સૂક્ષ્મ જગતમાં રહેલાં વનિતા આન્ટીની મદદથી અભિષેકે સમીરને એવો ચમત્કાર બતાવ્યો હતો કે હવે પછી સમીર એના ભાગનું કદી નામ પણ લેવાનો ન હતો ! અભિષેકે મનોમન વનિતા આન્ટીનો આભાર માન્યો. એ આભારની લાગણી વનિતા આન્ટી સુધી પહોંચી હોય એમ અભિષેક  જમી પરવારીને રાત્રે સૂવા માટે પોતાના બેડરૂમમાં ગયો ત્યારે વનિતા આન્ટી ફરી એના રૂમમાં હાજર