અભિષેક પ્રકરણ 13 છેલ્લા એક મહિનામાં અભિષેકના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું હતું. એક હોસ્પિટલમાં નોકરી કરતા એક સામાન્ય ડોક્ટરમાંથી હવે એ લગભગ ૧૦૦ કરોડનો માલિક બની ગયો હતો. એના જીવનમાં અચાનક જ અંજલી નો પ્રવેશ થયો હતો. અંજલી જાણે સગાઈ થઈ ગઈ હોય એ રીતે જ પ્રેમ કરતી હતી અને એવા જ મેસેજ પણ કરતી હતી. ક્યારેક બંને જણ રાત્રે ફોન ઉપર વાતચીત પણ કરી લેતાં હતાં. જો કે હજુ સુધી અભિષેકે અંજલીને પોતાને મળેલા આ વારસાની કોઈ જ વાત કરી ન હતી. અને લગ્ન પહેલાં એ વાત કરવાની એની ઈચ્છા પણ ન હતી. સાચા પ્રેમને પૈસા સાથે કોઈ સંબંધ ના