મનની વિચારસરણી એ પ્રગતિની નિસરણી. "यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्" "જે ભક્ત મને જે રીતે ભજે છે, હું પણ તેમને તે જ રીતે પ્રાપ્ત તેને પ્રાપ્ત થાઉં છું, કારણ કે બધા મનુષ્યો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે." ભગવદ્ ગીતા (અધ્યાય 4, શ્લોક 11), એક બાળક તેના પિતા સાથે નિસર્ગ પ્રવાસે ગયો. ઉનાળાની રજાઓ હતી, તો વિચાર્યું કે શા માટે નહીં કેટલાક સમય પ્રકૃતિની નજીક શાંતિમાં વિતાવીએ. આ જ વિચાર સાથે તેઓએ પર્વતો પર ફરવાનું આયોજન કર્યું. સામાન પેક કરીને પિતા અને પુત્ર બંને પ્રવાસ માટે નીકળી પડ્યા. પર્વતોનું દૃશ્ય ખૂબ જ આહ્લાદક હતું, ચારેબાજુ ખુલ્લું આકાશ અને