શ્રાપિત ધન - ભાગ 9

  • 260
  • 86

મોટો છોકરો જસવંત મજૂરની સ્મશાન યાત્રામાં જાય છે.મજૂરનાં નાના નાના બાળકો અને પત્ની ખૂબ રડતાં હોય છે તે જોઈને તેને ખૂબ દુઃખ થાય છે. મોટો છોકરોજસવંત વિચારે છે, "હવે બહુ થઈ ગયું.મારે આ શ્રાપિત ધન રાખવું જોઈએ નહીં, નહીંતર મારા ઘરમાં કંઈક ઉપાધિ આવશે તો? નહીં તો હજુ કંઈ થશે તો?" એના મનમાં કેટલાય વિચારો ફરવા લાગે છે. તે કેટલી વાર સુધી ચિતાને બળતી જોતો ઊભો રહે છે અને વિચારતો રહે છે કે મારે શું કરવું. મજૂર મને મરતા પહેલાં ચેતવી તો ગયો કે "શેઠ, આ ધન ન રાખો," પણ હું સમજ્યો નહીં અને અમારા ઘર અને પરિવાર માટે તેણે