હું, વૈદેહી ભટ્ટ - ભાગ 3

  • 356
  • 116

"આપણે સમાજના ઋણી છીએ એટલે આપણે સમાજનું ઋણ ચૂકવવું જોઈએ." વૈદેહીની આત્મકથા વાંચી રહેલી સુરભી તેના મમ્મી ને કહી રહી હતી. સુરભી કોલેજ ના ત્રીજા વર્ષમાં હતી ને તે ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરી રહી હતી. તેને જેવી વૈદેહીની આત્મકથા લોન્ચ થઈ કે તરતજ લઈને આવી હતી. અને અત્યારે તે આત્મકથા વાંચી રહી હતી ને તેની મમ્મી સાથે ડિસ્કસ પણ કરી રહી હતી. "સુરભી, એમાં ખોટું શું છે. આપણે બધા આડકતરી રીતે સમાજના ઋણી જ છીએ. એટલે આપણે પણ સમજનું ઋણ ચૂકવવું જોઈએ."  આ બોલીને મમ્મી તો રસોડામાં જતી રહી પણ સુરભિએ પુસ્તક વાંચવાનું ચાલુ રાખ્યું. તેની આદત હતી જો તેને