જાટ - રાકેશ ઠક્કર જ્યારે પણ દક્ષિણના નિર્દેશક સાથે બોલિવૂડના હીરોનું જોડાણ થયું છે ત્યારે એક મનોરંજક ફિલ્મ જોવા મળી છે. એનું વધુ એક ઉદાહરણ નિર્દેશક ગોપીચંદ માલીનેની સાથે સની દેઓલની ‘જાટ’ છે. ગોપીચંદ 2024 સુધીમાં તેલુગુમાં સાત માસ ફિલ્મો બનાવી ચૂક્યા હોય અને સની જેવો એક્શન હીરો સાથે હોય ત્યારે ‘જાટ’ જોરદાર બને એ બાબતે શંકા ના હોય. જો આ ફિલ્મમાં સનીના સ્થાને રવિ તેજા જેવો કોઈ દક્ષિણનો હીરો હોત તો એ દાયકા જૂની દક્ષિણની ફિલ્મ જેવી જ બની હોત. પણ સનીએ આખી ફિલ્મને એક નવી ઊંચાઈ આપી છે. ‘ગદર’ પછી કોઈ નિર્દેશકે સનીને માસ દર્શકો માટે