પોતાના વતન પર રહેલા રાહુલના ઘરમાં આજે ખુશીનો માહોલ હતો. આમ તો એ ઘર એનું નહોતું, હતું તો એના માસીનું કે જ્યાં એના બાળપણથી લઈને અત્યાર સુધીનું જીવન વીત્યું છે. એના પિતાના અકસ્માતમાં અવસાન થયા બાદ એની માં વર્ષાએ એની બહેન રીતુના ઘરનો આશરો લીધો હતો. રીતુએ જ રાહુલને પોતાના મહેશ સાથે કોઈ ભેદભાવ વગર મોટો કર્યો. પણ કોણ જાણે કેમ એના મનમાં સતત એ વિચાર આવતા કે રાહુલ કોઈ ખોટા માર્ગે ચાલ્યો જશે અથવા પોતાના કહ્યામાં નહિ રહે.રીતુ વર્ષા અને એના પતિ હરિને સતત રાહુલના વિષયમાં ટોક ટોક કરતી અને એના વારે વારે ફોન કરી સમાચાર પૂછતી કે પછી