છોરી 2 - રાકેશ ઠક્કર બોલિવૂડની ઘણી ફિલ્મો માટે એમ કહેવાય છે કે એને સીધી OTT પર રજૂ કરવાની જરૂર હતી. ‘છોરી 2’ જેવી બહુ ઓછી ફિલ્મ હોય છે જેના માટે કહેવાય છે કે થિયેટરમાં લાવવી જોઈએ. 2017 ની મરાઠી ‘લપાછપી’ ની હિન્દી રિમેક ‘છોરી’ 2021 માં આવી હતી. એ એટલી ડરામણી હતી કે હોલિવૂડે એની રિમેક બનાવી હતી. ‘છોરી 2’ હોરર છે પણ એને નામને કારણે ‘સ્ત્રી’ ની સાથે સરખાવી શકાય એમ નથી. આ કોઈ ફોર્મૂલા હોરર ફિલ્મ નથી. એમાં કોમેડી બિલકુલ નથી છતાં પરિવાર સાથે જોઈ શકાય એવી ભૂતિયા