ગણિતગુરુ શ્રી પી. સી. વૈદ્ય ગાંધીવાદી, શિક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્ એવા પ્રહલ્લાદભાઈ ચૂનીલાલ વૈદ્ય(જેઓ પી. સી. વૈદ્ય તરીકે જાણીતા હતા)નો જન્મ જુનાગઢ જિલ્લાના શાહપુર ગામે ૨૩ મે ૧૯૧૮ના રોજ થયો હતો. શૈશવકાળથી જ તેમણે પોતાની ગણિતક્ષેત્રે આગવી પ્રતિભા બતાવી હતી. મોટા ભાગનો શાળાનો અભ્યાસ ભાવનગરમાં, મુંબઇ ઉચ્ચ અભ્યાસ માટે ઇસ્માઇલ યુસુફ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ તેઓ રોયલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં જોડાયા. ત્યાં તેઓને ભૌતિક વિજ્ઞાન અને ગણિતમાં સ્નાતકની ઉપાધિ મળી. સાથે તેઓ વ્યવહારુ ગણિત (Applied Mathematics) વિષય સાથે અનુસ્નાતક ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૪૨માં પી. સી. વૈદ્યને સાપેક્ષવાદના સિદ્ધાંતનો અભ્યાસ કરવાની ઇચ્છા થઇ. આ