એ દિવસથી તમારા બેન બનેવી પણ તમારા ઘરે રહેવા આવી જવાના હતા. એ દિવસે સાંજે તમે મને ફોન કર્યો હતો કે આપણે લગ્ન પછી ક્યાં ફરવા જઈશું ? હજી હું કંઈ કહું તે પહેલાં જ તમે કહ્યું કે બનેવી કહે છે કે મહાબળેશ્વર જઈશું અને એમ પણ કહ્યું કે આપણી સાથે બેન બનેવી પણ આવશે અને બાજુમાં તમારી જ ઉંમરના કુટુંબી કાકા છે જેના અત્યારે જ લગ્ન થયા છે તે પણ આવશે. દર વખતની જેમ મેં તમે જે કહ્યું તે માની લીધું. આ બાજુ મારા કાકા એ પપ્પાને કહ્યું કે જો તમે સામેવાળાને લગ્નમાં બોલાવવાના હશો તો એ લોકો લગ્નમાં