જન્મકુંડળીના ગ્રહો દ્વારા સેક્સ્યુઅલ ઇન્સ્ટિંક્ટ એટલે કે માનવીય જાતીયતાની વૃત્તિઓનો અંદાજ લગાવવો એટલે કામજ્યોતિષ. આ થોડો અટપટો પણ રસપ્રદ વિષય છે. (જે જ્યોતિષ વિષયમાં નવા હોય તે વાંચકો ને વિનંતી કે મારા જ્યોતિષ વિશે ની પ્રારંભિક સમજ વાળો લેખ અને જ્યોતિષ અને લગ્નમેળાપક વાળો લેખ વાંચી શકે.)આદિમાનવ ના સમયથી આપણી પ્રારંભિક વૃત્તિઓ:(૧) ભૂખ ,તરસ (૨) ભય (૩) સુરક્ષા (૪) નિંદ્રા (૫) સેક્સ (૬) અધિકારઆ પ્રારંભિક વૃત્તિઓ આપણા સુસુપ્ત મગજ માં રહેલી છે. આ વૃત્તિઓ સમસ્ત જીવ સૃષ્ટિમાં ( તમામ પ્રાણીઓ,પક્ષીઓ તથા સજીવોમાં સમાન રૂપે વિધ્યમાન છે..