ક્રિમિનોલોજીનો ઇતિહાસ જોઇએ તો જણાય છે કે ઘણાં સિરિયલ કિલરો પોતાની ખૌફનાક લોહિયાળ રમતા રહ્યાં હતા એટલું જ નહિ પોલીસ સાથે પણ તેઓએ ઉંદર બિલાડીની રમત બહું કુશળતાપુર્વક રમી હતી.કેટલાકે પોતાનાં કૃત્યો બાદ ખુલ્લેઆમ પત્રો લખીને પોલીસને ટોણાં માર્યા હતા તો કેટલાકે ગુનાનાં સ્થળ પર જ કેટલાક ક્લુ તેમનાં માટે છોડ્યા હતા અને એ પડકાર ફેંક્યો હતો કે તેમનામાં જો આવડત હોય તો તેમને પકડી બતાવે.કેટલાકે તો ખુન કર્યા બાદ પોલીસને જાતે તેમણે કયા સ્થળ પર મૃતદેહો છુપાવ્યા હતા તેનો નક્શો દોરીને આપ્યો હતો તો કેટલાકે જાતે ગુનો કર્યા બાદ પોલીસને ફોન કરીને ગુનાની જાણકારી આપી હતી.તેમને આમ કરીને જાણે