ટિલીયો

  • 176

'ટિલિયો'લેખક :- વિક્રમ સોલંકી'જનાબ'માંડ પચાસેક ખોરડાં ધરાવતું અમરાપુર નામનું ગામ. ગામમાં લગભગ બધા લોકો સુખી અને સંતોષી હતા. એકબીજાને વાડકી વ્યવહાર પણ ખરો. સારા - નરસા પ્રસંગે ગામમાં સૌ એકબીજાને ટેકાની જેમ ઊભા રહે.ગામમાં શાંતા મા નામના માજી રહે. માજી સીત્તેર - પંચોતેર વયની અવસ્થાએ પહોંચેલા. ઘરમાં આમતો માજી સાવ એકલાં. થોડાં વર્ષો પહેલાં પતિનું અવસાન થઈ ગયું હતું. પોતાને પેટ જણ્યો એક દિકરો પણ હતો. ભણી ગણીને પગભર થઈ કમાવા માટે શહેરમાં ગયો તે પાછો ન આવ્યો. જ્યારે પાછો આવ્યો ત્યારે લગ્ન કરીને શાંતા મા ને મોઢું બતાવવા આવેલો. પોતે શહેરમાં જ રહેશે એવું જણાવી બીજે દિવસે જતો રહ્યો.