આસપાસની વાતો ખાસ - 27

  • 224
  • 66

27. વીક સિગ્નલચાલુ કામે મારો મોબાઈલ રણક્યો.  મારું વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું. હું  લેપટોપ સામે જોતો મારાં કામમાં એકદમ એકાગ્ર હતો તેમાંથી  મેં બહારના રૂમમાં દોડી ત્યાં પડેલો મોબાઈલ  ઉઠાવી 'હેલો' કહ્યું. ફોન ઓફિસમાંથી હતો પણ ટીમ મેમ્બરનો. તેમાંના કોઈને કોઈક સમસ્યા હતી તેનું સોલ્યુશન જોઈતું હતું. મેં સોફા પર પગ લંબાવી વાત કરવા માંડી. ઓચિંતો અવાજ કપાવા લાગ્યો. અવાજ બંધ થઈ જતાં હું પડદો  અને સ્લાઇડીંગ ડોર ખસેડી બાલ્કનીમાં દોડ્યો. ફરી ફોન લગાવી વાત શરૂ કરી.મારી વાત ચાલુ હતી ત્યાં મમ્મી તેમનો મોબાઈલ ઉઠાવી કોઈ સાથે વાત કરતાં બાલ્કનીમાં જ મારી પાછળ આવ્યાં અને બાલ્કનીના બીજા છેડે ઊભી મોટેથી વાત