(અગ્નિ મહોત્સવમાંથી પોતાની પ્રજાને સહીસલામત રેતમહેલમાં લાવ્યાં પછી હેત્શિવા પોતાના કામમાં નજર કરી રહી હતી.નિલક્રિષ્ના વગર હેત્શિવાને રેતમહેલમાં ચેન પડતું ન હતું.એટલે આમતેમ આંટા મારતી ચિંતીત થતી હતી)" નિલક્રિષ્ના ક્યારે આવશે ? ક્યાં હશે? "એમ પોતાના ખંડમાં આવીને હેત્શિવા બબડતી હતી.રેતમહેલનાં હરેક ખંડનાં દ્વારે દ્વારે મંત્રી વિજેન્દ્ર પહેરો ભરી રહ્યો હતો.ત્યાં અચાનક હેત્શિવાના ખંડ પાસે પહોંચતાં,ચિંતામાં વ્યાકુળ હેત્શિવાને જોઈને એને કહ્યું," તમે આમ વ્યાકૂળ ન થાઉં,નિલક્રિષ્ના હજુ અહીં જ છે.તમારી આ હાલત જોઈને મને એમ થાય છે કે,એનાં પૃથ્વીગમન પછી તમે એકલા કેમ રહી શકશો?"આ ઉત્સવ વચ્ચે હેત્શિવાને અત્યાર સુધી એ યાદ પણ ન હતું કે,એને નિલક્રિષ્નાને લઈને પૃથ્વીગમન કરવાનું