આમ સમુદ્રક પર વારંવાર પ્રહાર કરતાં અચાનક સાચાં નંબર લાગ્યાં.ને ધરાની આંખમાં ઝબકારો થયો.એ સાથે જ એણે મણ મણનાં દુઃખોનો વજન એનાં મગજમાંથી ઉતારીને નીચે ફેંકયો હોય એમ,સમુદ્રકને ગળે વળગી પડી.આમ થતાં જ ધરાનું શરીર હળવું ફૂલ થઇ ગયું. "વાદલડી વરસી;આવ્યા હેતના ઘોડાપૂરઅંતરમન વરસે અનરાધાર! કેવી છે આ અધુરાશ?"હજું હજારો વર્ષો પહેલાંનો સમય ધરાને યાદ આવી રહ્યો ન હતો.પરંતુ આમ થતાં એને સમુદ્રક સાથે લગાવ થવા લાગ્યો હતો. આ સૂકી ધરા પર સમુદ્રકના હેતની જરા છાંટ ઉડી ત્યાં જ એના રોમ રોમમાં ઠંડક પ્રસરવા લાગી.આ વૃક્ષ નીચેથી ધરા ફરી પસાર થઈ એને મનમાં અનન્ય આનંદ થયો.એને પોતાની જિંદગીનું સત્ય સમજાય ગયું. એવામાં